Connect Gujarat
Featured

સુરત: ખાનગી શાળાઓની ફી બાબતે ઉઘાડી લૂંટ મામલે વાલીઓએ ખખડાવ્યા હાઇકોર્ટના દ્વાર,જુઓ શું છે મામલો

સુરત: ખાનગી શાળાઓની ફી બાબતે ઉઘાડી લૂંટ મામલે વાલીઓએ ખખડાવ્યા હાઇકોર્ટના દ્વાર,જુઓ શું છે મામલો
X

સુરતની ખાનગી શાળાઓ દ્વારા ટ્યુશન ફીના નામે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાના આરોપ સાથે આજ રોજ ઓલ સ્ટુડન્ટસ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટ માં પિટિશન દાખલ કરવામાં આવી છે.

સુરત ઓલ સ્ટુડન્ટસ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટ માં એક પિટિશન ફાઇલ કરવામાં આવી છે.એસોસિયેશનના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર તરફથી નક્કી કરેલ ટ્યુશન ફી કરતા વાલીઓ પાસેથી શહેરની ખાનગી શાળાઓ વધુ ફી વસૂલી રહી છે.આ અંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી,એફ.આર.સી.સહિતના વિભાગોમાં રજુઆત કરવા છતાં કાર્યવાહીની કોઈ દરકાર લેવામાં આવી નથી.શહેરની ખાનગી શાળા સંચાલકો દ્વારા અધર એક્ટિવિટીના નામે ફી વસુલવામાં આવી રહી છે.જેનો ઓલ સ્ટુડન્ટસ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન ગાંધી ચિધ્યા માર્ગે લડત ચલાવી રહ્યું છે અને આ અંગે હવે હાઈકોર્ટના દ્વારા ખખડવાવામાં આવ્યા છે.જેમાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી,એફઆરસી અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સામે પિટિશન ફાઇલ કરી દાદ માંગવામાં આવી છે.

Next Story