Connect Gujarat
Featured

સુરત : સસ્તા અનાજની દુકાન પર લોકોની લાંબી કતાર, માત્ર ઘઉં-ચોખા જ મળતા રાશન કાર્ડ ધારકોમાં રોષ

સુરત : સસ્તા અનાજની દુકાન પર લોકોની લાંબી કતાર, માત્ર ઘઉં-ચોખા જ મળતા રાશન કાર્ડ ધારકોમાં રોષ
X

દેશભરમાં લોકડાઉન બાદ રોજીંદુ કમાઇને ખાનારા કામદારોને ભારે તકલીફ પડી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજથી NFSAમાં સમાવેશ રાસનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે સુરતમાં પણ સોશિયલ ડિસ્ટન્સ લોકોએ રાશન મેળવવા લાંબી કતાર લગાવી હતી.

દેશભરમાં લોકડાઉનને આજે આઠમો દિવસ છે, ત્યારે લોકડાઉનને લઈ ગરીબ મધ્યમ વર્ગના લોકો અને હાથ મજૂરી કરતા મજૂરોને જાહેર જીવન જીવવું ભારે પડી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા NFSAમાં સમાવેશ રાસનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 66 લાખ રાશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, દાળ અને ખાંડ મેળવવા માટે સસ્તા અનાજની દુકાન પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

શહેરના પાંડેસરા, ઉધના, ભટાર, લીંબાયત સહિતના વિસ્તારોમાં લોકો અનાજ લેવા ઉમટી પડ્યા હતા. સરકાર દ્વારા જાહેરાત કરવા છતાં લોકોને માત્ર ઘઉં અને ચોખા જ આપવામાં આવતા રાશનકાર્ડ ધારકોમાં ભારે રોષ ફેલાયો હતો. તો બીજી તરફ અનેક લોકો પાસે રાશનકાર્ડ હોવા છતાં રાશન ન મળતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો.

Next Story