Connect Gujarat
Featured

સુરત : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે કર્યો વિરોધ, પછી જુઓ પોલીસે શું કર્યું..!

સુરત : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે કર્યો વિરોધ, પછી જુઓ પોલીસે શું કર્યું..!
X

લોકડાઉનના કારણે સમગ્ર દેશમાં છેલ્લા 2 મહિનાથી લોકોના રોજગાર-ધંધા બંધ હતાં, ત્યારે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઇ રહેલાં વધારાના પગલે કોંગ્રેસે જન આંદોલન છેડ્યું છે. જેના ભાગરૂપે સુરત ખાતે કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોરોના વાયરસના કહેર વચ્ચે દેશના અર્થતંત્રને ભારે ફટકો પડ્યો છે. જેના કારણે છેલ્લા 2 મહિનાથી લોકોના રોજગાર-ધંધા બંધ થઇ ગયા હતા, ત્યારે જૂન મહિનાથી લોકડાઉનને હળવું કરવાં માટે અનલોક-1ની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલાં વધારાએ લોકોની કમર કસી નાંખી છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સુરત શહેરના ચોક બજાર વિસ્તાર સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને બેનર સાથે કોંગી આગેવાનોએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત પણ કરી હતી, ત્યારે “સરકાર હમ સે ડરતે હૈ, પુલિસ કો આગે કરતી હૈ”ના નારા સાથે કોંગ્રેસીઓએ ધરપકડ વહોરી હતી. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમ્યાન એક સમયે સોશિયલ ડિસ્ટન્સની ધજીયા પણ ઊડી હતી.

Next Story