Connect Gujarat
Featured

સુરત : 11 મહિના બાદ કોર્ટની ફીઝીકલ શરૂઆત, અત્યાર સુધી વિડીયો કોન્ફરસિંગથી ચાલતાં હતાં કેસ

સુરત : 11 મહિના બાદ કોર્ટની ફીઝીકલ શરૂઆત, અત્યાર સુધી વિડીયો કોન્ફરસિંગથી ચાલતાં હતાં કેસ
X

સુરતમાં 11 મહિનાઓ બાદ કોર્ટની ફીઝીકલી શરૂઆત કરવામાં આવી છે.

કોરોનાના કારણે વીડિયો કોન્ફરન્સથી અરજન્ટ કેસોની સુનાવણી કોર્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને હવે કોરોનાના કેસો ઘટતાં 11 મહિના બાદ આજથી ફીઝીકલ કોર્ટ શરૂ થઈ ગઈ છે. કોર્ટમાં વકીલો સહિત કામકાજ માટે આવતા લોકોને ટેમ્પરેચર ચેક કરી સેનેટાઈઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવી રહયો છે.

જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાએ જણાવ્યું હતું કે કોરોના કારણે 23 માર્ચ 2020થી કોર્ટો બંધ હતી તમામ કામગીરી ઓનલાઈન ચાલતી હતી. ઘણા કેસોની ઓનલાઈન સુનવણી કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ આજથી સુરત ખાતે તમામ કોર્ડ ફીઝીકલ રીતે ચાલુ થઈ ગઈ છે કોર્ટ શરૂ થઈ જતા વકીલો સારો ઉત્સાહ જોવા મળી રહયો છે. કોર્ટમાં જેનો કેસ ચાલતો હશે તેવા પક્ષકારો અને વકીલોને પ્રવેશ આપવામાં આવશે.

Next Story