Connect Gujarat

સુરત : પીપોદરા ગામે લોકોએ શિસ્ત જાળવી લગાવી કતાર, તો ખેડૂતે પણ લોકોને અડધા ભાવે શાકભાજી આપી

સુરત : પીપોદરા ગામે લોકોએ શિસ્ત જાળવી લગાવી કતાર, તો ખેડૂતે પણ લોકોને અડધા ભાવે શાકભાજી આપી
X

સુરત જીલ્લામાં લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકડાઉનના પાંચમા દિવસે માંગરોળના પીપોદરા ગામે શાકભાજી લેવા માટે ખેતરમાં લોકોએ સિસ્ત જાણવી લાંબી કતારો લગાવી હતી.

દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન ને હવે લોકો મને કમને સ્વીકારી તો રહ્યા છે. પરંતુ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મેળવવી તે પણ વધુ આવશ્યક છે, ત્યારે માંગરોળના પીપોદરા ગામ નજીક આવેલી જીઆઈડીસી નજીક ખેતરમાં શાકભાજી લેવા માટે લોકોએ લાંબી કતારો લગાવી હતી. જોકે ખેડૂત દ્વારા શાકભાજી લેવા આવતા લોકોને સામાજિક અંતરથી સિસ્તમાં ઉભા રાખી શાકભાજીનું વેચાણ કરવમાં આવી રહ્યું છે. ઉપરાંત બજાર કિંમત કરતા અડધા ભાવે લોકોને શાકભાજી આપવામાં આવી હતી, ત્યારે ગ્રાહકો પણ ખુશ જોવા મળ્યા હતા. કારણ કે, એક તો પૈસાની બચત તથા માર્કેટમાં જવાથી હાલ કોરોનાના ચેપનો ખતરો છે જેથી ચેપથી પણ બચી શકાય છે, અને મહત્વની વાત તો એ છે કે, પોલીસ સાથેનું ઘર્ષણ પણ અટકે છે.

Next Story
Share it