સુરત : પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયું ઘર્ષણ, પાંડેસરા ખાતે ડીમોલેશનની કામગીરી કરાઇ સ્થગિત
BY Connect Gujarat28 Nov 2019 11:32 AM GMT

X
Connect Gujarat28 Nov 2019 11:32 AM GMT
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં
આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ડીમોલેશનની પ્રક્રિયા
હાથ ધરાઇ હતી, ત્યારે વહીવટી
તંત્રના અધિકારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે સાથે ઘર્ષણ
થયું હતું.
સુરત
શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક રીડેવલપમેન્ટ હેઠળ મનપાની ટીમ દ્વારા આજે કાયર્વાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે મનપાની ટીમ ડીમોલેશન કરવા પહોચી હતી, ત્યારે સ્થાનિક રહીશોએ
વિરોધ નોંધાવ્યો હતો. વિવાદ ઉગ્ર બનતા ત્યાં હાજર પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયત્ન
પણ કર્યો હતો. તે દરમ્યાન સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ત્યાર બાદ લોકોના વિરોધને જોઈ મનપા દ્વારા ડીમોલીશનની કામગીરીને સ્થગિત કરવામાં આવી હતી.
Next Story