Connect Gujarat
Featured

સુરત : 31st ડિસેમ્બરની ઉજવણી આ વર્ષે રહેશે ફિક્કી, જુઓ પોલીસ કમિશનરે કેવા નિયમો સાથે બહાર પાડ્યું જાહેરનામું..!

સુરત : 31st ડિસેમ્બરની ઉજવણી આ વર્ષે રહેશે ફિક્કી, જુઓ પોલીસ કમિશનરે કેવા નિયમો સાથે બહાર પાડ્યું જાહેરનામું..!
X

રાજ્યભરમાં આ વર્ષે 31st ડિસેમ્બરની ઉજવણી ફિક્કી રહેશે. કોરોનાની મહામારીને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 4થી વધુ લોકોને ભેગા થવા તેમજ જાહેરમાં ઉજવણી કરતા ઝડપાશે તો તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત લોકોએ ઘરે જ રહીને ઉજવણી કરવા સુરત પોલીસ કમિશનરે અપીલ કરી છે.

સુરતમાં દર વર્ષે વર્ષના છેલ્લા દિવસ એટલે કે, 31st ડિસેમ્બરની ભવ્ય ઉજવણી થતી હોય છે. સુરતમાં ડુમસ રોડ પર લોકો મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે. તેમજ ડુમસ અને સુરતના છેવાડે આવેલા ફાર્મ હાઉસમાં અને હોટલોમાં ભવ્ય પાર્ટીઓ થતી હોય છે. પરંતુ આ વર્ષે આવું કઇક જ થઇ શકશે નહિ. કોરોના મહામારીને લઈને સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 4થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ લોકોને ઘરે જ રહી ઉજવણી કરવા અપીલ કરી છે.

સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સખ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. તેમજ ડ્રોન કેમરાથી પણ નજર રાખવામાં આવશે. સુરતના અનેક બીચ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જો કોઈ જાહેરમાં ઉજવણી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતમાં 9 વાગ્યે કર્ફ્યું લાગી જાય છે, ત્યારે તેનું કડક અમલ કરાવવામાં આવશે. પોલીસની અલગ અલગ ટીમો જાહેરમાં ઉજવણી કરતાં લોકોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરશે.

Next Story