સુરત : પોલીસ જવાનોની સુરક્ષા માટે અપાયા ફેસગાર્ડ, કોરોના વાયરસની લડાઈ સામે ફેસગાર્ડ ઘણા ઉપયોગી નીવડશે

0
85

કોરોના વાયરસ સામે ભારત દેશ મજબુતાઇથી મુકાબલો કરી શકે તે માટે સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે ખડેપગે ફરજ બજાવતા પોલીસ જવાનોની સુરક્ષા માટે ફેસગાર્ડ આપવામાં આવ્યા હતા.

કોરોનાના કહેરની વચ્ચે પોલીસ જવાનો લોકડાઉનનું સતત પાલન કરવામાં માટે ખડેપગે કામગીરી કરી રહ્યા છે, ત્યારે પોલીસની સુરક્ષા માટે સુરત પોલીસ કમિશ્નર તથા ધારાસભ્ય દ્વારા પોલીસ જવાનોને ફેસગાર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં કોરોના વાયરસની લડાઈ સામે પોલીસ જવાનો માટે ફેસગાર્ડ ઘણા જ ઉપયોગી નીવડશે. પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ તથા મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા પોલીસ જવાનોને ફેસગાર્ડ પહેરાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here