Connect Gujarat

સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ચાલતી હોવાની શંકાએ પોલીસ રેડ, 18 વિદેશી યુવતીઓની ધરપકડ!

સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ચાલતી હોવાની શંકાએ પોલીસ રેડ, 18 વિદેશી યુવતીઓની ધરપકડ!
X

સુરતના ડુમસ રોડ પર આવેલ રાહુલરાજ મોલમાં મોડી રાત્રે પોલીસે બે શંકાસ્પદ સ્પામાં અચાનક રેડ કરતાં નાસભાગ મચી હતી. વર્ક પરમીટ વગર કામ કરતી શંકાસ્પદ 18 યુવતીઓની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શહેરના ડુમસ રોડ પર આવેલ રાહુલરાજ મોલમાં બે સ્પામાં ઉમરા પોલીસે મોડી રાત્રે રેડ પાડી 18 યુવતીઓની ધરપકડ કરી હતી. રેડને પગલે સ્પામાં નાસભાગ મચી ગઈ હતી. હાલમાં રાહુલરાજ મોલમાં 15થી વધુ સ્પા ચાલી રહ્યા છે. જો કે પોલીસે રાત્રે રેડ કરતાં મોટાભાગના સ્પા બંધ થઈ ગયા હતા. માત્ર બે સ્પા ચાલુ હતા. જેમાં એક બ્લુ આઈ થાઇ અને બીજુ ફોર સીઝન થાઈ સ્પા ચાલુ હતા. અગાઉ પણ પીસીબીએ 8 સ્પામાં રેડ પાડી હતી જેમાં આ બે સ્પા પણ સામેલ હતા.

ઉમરા પોલીસે તમામ યુવતીઓની અટકાયત કરી ઉમરા પોલીસ મથકે કેદ કરી હતી. પકડાયેલી યુવતીઓ સ્પામાં કામ કરતી હતી. યુવતીઓને હિંદી કે અંગ્રેજી પણ આવડતું ન હોવાથી તેના માટે દૂભાષિયાની મદદ લેવામાં આવી હતી. યુવતીઓ થાઇલેન્ડની હોવાની પોલીસને આશંકા લાગી રહી છે. બે મહિના પહેલા પણ રાહુલરાજ મોલમાં પીસીબીએ 8 સ્પામાં રેડ પાડી 30થી વધુ વિદેશી યુવતીઓને પકડી હતી. આ બાબતે ઉમરા પોલીસના પીઆઈ એમ.એલ.સાળુકે જણાવ્યું હતું કે, જે યુવતીઓ પકડાય છે તે વિદેશી છે કે કેમ તે બાબતે તેનો પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટોની તપાસ કરવામાં આવી રહી છે.

Next Story
Share it