Connect Gujarat
ગુજરાત

સુરત ઉધના ખાતે સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલની આડમાં ૧૨ લાખનો વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડયું

સુરત ઉધના ખાતે સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલની આડમાં ૧૨ લાખનો વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડયું
X

લોકસભાની ચૂંટણીનો પ્રચાર એક તરફ દ્રાય સ્થિતિમાં ચાલી રહ્યો છે. શહેરમાં દારૂ રસિયાઓ એક ટીપાં માટે વલખા મારી રહ્યા છે.ત્યારે લીકર માફિયાઓ હેમખેમ રીતે વિદેશી દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવામાં અવનવી તરકીબ અજમાવી રહ્યા છે. લોકસભા ની ચૂંટણી ના કાઉન્ટડાઉન વચ્ચે સ્ટેટ વિજિલન્સ ની ટીમે સુરત ના ઉધના વિસ્તારમાં ધામા નાંખી કેમિકલની આડમાં વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડયુ છે.

સ્ટેટ વિજિલન્સની ટીમે ૧૨ લાખ કિંમતનો વિદેશી દારૂ ટેન્કરની કિંમત મળી ૨૯ લાખનો માલ સહિત બે ઇસમોની ધરપકડ કરી આગળની તપાસ ઉધના પોલીસને સુપ્રત કરી છે. પરંતુ અહીં એક સવાલ એ થાય કે,લોકસભાની ચૂંટણીનો માહોલ હોવા છતાં આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો આવ્યો ક્યાંથી ? જે સ્થાનિક પોલીસ માટે પણ તપાસનો વિષય બની રહે છે.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરમાં દારૂબંધીનું અમલીકરણ કરાવવા શહેર પોલીસે ભારે કમરકસી છે. જો કે પોલીસ ની ચુસ્ત દારૂબંધીના અમલીકરણ વચ્ચે શહેરમાં દારૂબંધી ના લીરેલીરા ઉડી રહ્યા છે.જ્યાં સ્ટેટ વિજિલન્સ ની ટીમે કેમિકલ ની આડ માં વિદેશી દારૂની હેરાફેરી નું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે.સ્ટેટ વિજિલન્સ ની ટીમેં માહિતીના આધારે ઉધના રોડ નંબર છ પરથી મોડી રાત્રે કેમિકલ ટેન્કરની આડમા વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું હતું.ઉધના રોડ નંબર છ પર મોડી રાત્રે સ્ટેટ વિજિલન્સ દ્વારા છાપો મારવામાં આવ્યો.જ્યાં મુખ્ય લિકર માફિયા સહિતના આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા.

જ્યારે વિદેશી દારૂનું કટિંગ કરતા ક્લીનર અને ગોડાઉન માલિકને ઝડપી પાડવામાં આવ્યા.કેમિકલ ટેન્કર ની અંદર અલગ અલગ ત્રણ બોક્સ બનાવવામાં આવ્યા હતા. જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો.જો કે સ્ટેટ વિજિલન્સ ની ટીમે માહિતીના આધારે છાપો મારી ટેન્કર ની આડ માં ખાલી કરવામાં આવતો વિદેશી દારૂ સહિત બે આરોપીઓને ઝડપી પાડયા. સ્ટેટ વિઝીલન્સ ની ટીમે ટેન્કર સહિત વિદેશી દારૂ મળી આશરે ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.જો કે સમગ્ર ગુજરાત સહિત સુરત માં એક તરફ દારૂનું એકયે ટીપું નથી મળી રહ્યું ,ત્યાં બીજી તરફ અવનવા કિમીયા અપનાવી લિકર માફિયા શહેરમાં દારૂ ઘુસાડવામાં સફળ રહ્યા છે.શહેરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાવાની આ ઘટનાએ સુરત પોલીસની પોલંપોલ પણ ઉઘાડી પાડી દીધી છે.

Next Story