Connect Gujarat
ગુજરાત

સુરત : દીલ્હી ખાતે ચાલી રહેલા ધરણામાં જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ જોડાયાં

સુરત : દીલ્હી ખાતે ચાલી રહેલા ધરણામાં જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ જોડાયાં
X

દિલ્હીના જંતર મંતર ખાતે જૂની પેન્શન યોજના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમા

શિક્ષક વિરોધી બાબતો દૂર કરી પ્રાથમિક શિક્ષણનું સુદ્રઢિકરણ કરવુ, છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર

કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી 1-1-16 ની અસરથી સમગ્ર દેશના બધા

શિક્ષકો માટે સમાનરૂપે લાગુ કરવી, શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્ષ માટેની

પરીક્ષા પહેલા આયોજન થાય, 2005 પછી

સી.પી.એફ યોજના ચાલે છે જે બંધ કરી પુનઃ જૂની પેન્શન યોજના ચાલુ કરવી વગેરે જેવા

પ્રશ્નો માટે ધરણાનો

કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશના વિવિધ રાજ્યોના શિક્ષક ભાઈ-બહેનો મોટી

સંખ્યામાં જોડાયા હતા. બેનર તથા પ્લેકાર્ડ સાથે દેશભરમાંથી ઉમટી પડેલ પ્રાથમિક

શિક્ષકોએ ગગનભેદી સુત્રોચ્ચાર દિલ્હીના વાતાવરણને ગજવી નાખ્યું હતું.

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના નેજા હેઠળ જિલ્લાના

૭૫ જેટલા પ્રાથમિક શિક્ષકો જોમ અને જુસ્સા સાથે આ ધરણાના કાર્યક્રમમા જોડાયા હતા.

કાર્યક્રમ અંતર્ગત કિરીટભાઈ પટેલ (કન્વીનર,અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક

સંઘ), વિશ્વજીતભાઇ

ચૌધરી (મહામંત્રી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ), એરિકભાઈ ખ્રિસ્તી (કાર્યાધ્યક્ષ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક

સંઘ), ધીરુભાઈ

પટેલ (પ્રતિનિધિ, શિક્ષક

જ્યોત સંપાદક મંડળ), દિનેશભાઈ

ભટ્ટ (કોષાધ્યક્ષ સુરત

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ) અનિલભાઈ ચૌધરી (કન્વીનર,સલાહકાર સમિતિ)એ ભારતીય

પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામપાલસિંહ યાદવ સાથે મુલાકાત કરી શિક્ષકોના

પ્રાણપ્રશ્નો બાબતે સઘન ચર્ચા વિચારણા હાથ ધરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ

જાડેજા તથા મહામંત્રી સતિષભાઈ પટેલે ધરણા કાર્યક્રમને સફળ બનાવવા બદલ સુરત જિલ્લા

સહિત સમગ્ર રાજ્યના શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનોનો

આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story