સુરત : લિંબાયતના પીઆઇની કામગીરી સામે લોકોમાં રોષ, કલેકટર કચેરીએ લઇ ગયાં મોરચો

New Update
સુરત : લિંબાયતના પીઆઇની કામગીરી સામે લોકોમાં રોષ, કલેકટર કચેરીએ લઇ ગયાં મોરચો

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઇની નબળી કામગીરીના કારણે ગુનેગારો બેફામ બન્યાં હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ કલેકટર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો.

સુરત શહેરમાં વિવિધ સમાજના લોકો દ્વારા લીંબાયત પોલીસ મથકના પીઆઈ વિરુદ્ધ રેલી કાઢવામાં આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ હતો કે થોડા દિવસ પહેલા એક દલિત યુવાનની કોઈ કેસમાં અટકાયત કરવામાં આવી હતી અને તે પછી આ યુવાનને ખોટી રીતે માર પણ મારવામાં આવ્યો હતો. તે બાદ દલિત સમાજ દ્વારા પોલીસ મથકે રજૂઆતો પણ કરવામાં આવી હતી અને તે બાદ પણ પીઆઇનો ત્રાસ યથાવત રહ્યો છે..પીઆઇ રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હોય ત્યારે પણ સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને ખોટી રીતે માર મારે છે અને લાઠીચાર્જ કરે છે..એકતરફ લીંબાયતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તો બીજી તરફ પોલીસના ખોટા દમનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકોએ રેલી કાઢી કલેકટર કચેરીએ હોબાળો મચાવ્યો હતો. પીઆઇની ઢીલી કામગીરીના કારણે ગુનેગારો બેફામ બની ગયાં હોવાના આક્ષેપો પણ લોકો કરી રહયાં છે.

Latest Stories