Connect Gujarat
ગુજરાત

સુરત : પુણા વિસ્તારમાં તબેલામાાં ભીષણ આગ, સદનસીબે જાનહાનિ ટળી

સુરત : પુણા વિસ્તારમાં તબેલામાાં ભીષણ આગ, સદનસીબે જાનહાનિ ટળી
X

સુરતના પુણા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી પાસે તબેલામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી.

પુણા વિસ્તારમાં પુણા પોલીસ ચોકી પાસે ગાય અને ભેંસનો તબેલો આવેલો છે. જેમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી. તબેલામાં પતરાની ઉપર નાખેલા તથા તબેલાની અંદરના ઘાસનો જથ્થો સળગવા લાગ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતાં હતાં. ડુંભાલ, કાપોદ્રા,ઘાંચી શેરી સહિત આજુબાજુની ફાયર બ્રિગેડની ટીમ અને કતારગામ તથા ડિંડોલી ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી.

પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા ઉપરાંત તબેલામાં ફસાઇ ગયેલાં 20 જેટલા પશુઓને બચાવી લેવાયાં હતાં. બે માળના તબેલામા઼ નીચે ગાય ભેંસ બાંધવામાં આવતી હતીઅને ઉપરના માળે પશુઓ માટેની નીરણ માટેની વ્યવસ્થા કરાઈ હતી. નીચેના ભાગેથી લાગેલી આગ ઉપર તરફ પ્રસરી હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે.

Next Story