સુરત : રઘુવીર માર્કેટ આગ મામલે SUDAની બેઠક, એલિવેશન-ડિઝાઇન અને સ્ટ્રક્ચર વિષે ચર્ચા

0

સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલ રઘુવીર માર્કેટમાં લાગેલ ભીષણ આગના મામલે સુડાના ચેરમેન દ્વારા સુરતના બિલ્ડરો સાથે એક અગત્યની બેઠક યોજાઇ હતી. જેમાં બિલ્ડીંગના બાંધકામમાં એલિવેશન, ડિઝાઇન અને સ્ટ્રક્ચર વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના ચેરમેન બંછાનિધિ પાનીએ નિવેદન આપ્યું હતું કે, ફાયર ફાઇટિંગ માટે એલિવેશન સૌથી વધારે અવરોધક બને છે, તેથી તેના ડિઝાઇનમાં ફેરફાર જરૂરી છે. જે સ્ટ્રક્ચર સુરતમાં છે એવા સ્ટ્રક્ચર ભારતમાં બીજે કશે જોવા મળતા નથી, પણ આવા સ્ટ્રક્ચર હાઈ રિસ્કવાળા છે. જો એક મહિનામાં કોઈ એક્શન લેવામાં નહિ આવે તો જે તે બિલ્ડીંગની પરવાનગી રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવશે. ફાયર સેફટી પર તાકીદના ધોરણે કામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

પહેલાં તક્ષશિલા અને હવે રઘુવીર માર્કેટ અગ્નિકાંડ જે બન્ને આપણને શીખ આપી છે કે, આગ સામે કેવી રીતે લડવું. ફાયર અને ઇલેક્ટ્રિક માટે બિલ્ડીંગમાં એક જવાબદાર વ્યક્તિ પણ રાખવો જોઈએ. ઉપરાંત બિલ્ડિંગના એલિવેશન માટે ખાસ સ્પેશ્યલ રજિસ્ટ્રેશન પોલિસી બનાવવામાં પણ આવશે. જેને એલિવેશન જોઈતું હોય તેઓને અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે તે બિલ્ડીંગધારકે એલિવેશનની મંજૂરી હવે અલગ અલગ લેવી પડશે તેમજ ફાયર વિભાગની પણ એનઓસી લેવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here