Connect Gujarat
ગુજરાત

સુરત: રેલ્વે સ્ટેશન પર એક યુવક ચાલુ ટ્રેને ચડવા જતા તે ટ્રેકની વચ્ચે ફસાયો..!

સુરત: રેલ્વે સ્ટેશન પર એક યુવક ચાલુ ટ્રેને ચડવા જતા તે ટ્રેકની વચ્ચે ફસાયો..!
X

સુરત રેલ્વે સ્ટેશન પર એક યુવક ચાલુ ટ્રેને ચડવા જતા તે ટ્રેકની વચ્ચે ફસાઈ ગયો. જો કે ત્યાં હાજર આર.પી.એફ.ના જવાને પોતાના જીવના જોખમે તેને હેમખેમ બહાર કાઢ્યો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે

સુરત રેલ્વે સ્ટેશન પર નવસારી ખાતે રહેતા તુષાર પટેલ સુરતથી નવસારી જઈ રહ્યા હતા તે વેળાએ પ્લેટ ફોર્મ નબર ૨ પર ચાલુ ટ્રેને તેઓએ ચડવાનો પ્રયાસ કર્યો હતો આ દરમ્યાન તેઓનો પગ લપસી જતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા હતા આ દરમ્યાન ત્યાં હાજર રેલવે પોલીસ કર્મી શિવ ચરણ મીણાનું ધ્યાન જતા બચાવવા માટે દોડી ગયો હતો.

યુવક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતા અન્ય યુવકો પણ દોડી આવ્યા હતા. દરમિયાન આ ઘટનાની જાણ થતા ટ્રેનનું ચેઈન પુલિંગ કરી ટ્રેન રોકી દેવામાં આવી હતી. અને યુવકે બચાવવામાં આવ્યો હતો. આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે યુવાન ટ્રેક પર ફસાઈ જાય છે અને લોકટોળું એકત્ર થઇ જાય છે. આ ઘટનામાં યુવાનને સામાન્ય ઈજા થઇ છે. જયારે તોએએ જીવ બચાવનારા પોલીસ કર્મી અને તેને મદદ કરનાર અન્ય યુવકોની લોકોએ પ્રશંસા કરી હતી.

Next Story