Connect Gujarat
ગુજરાત

સુરત : કીમ ખાતે રાષ્ટ્ર સેવાના ઉદેશ્ય સાથે રામચરિત માનસ કથાનું આયોજન કરાયું

સુરત : કીમ ખાતે રાષ્ટ્ર સેવાના ઉદેશ્ય સાથે રામચરિત માનસ કથાનું આયોજન કરાયું
X

સુરત જિલ્લાના કીમ ખાતે આવેલ

શ્રીરામ-કૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્રની સેવા પ્રવૃત્તિઓને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા

છે, તે નિમિત્તે શ્રી રામકૃષ્ણ મિશન, પટના, બિહારના પ.પૂ.મહારાજ સુખાનંદજીની પવિત્ર વાણીમાં રામચરિત માનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કીમના ગણેશ નગર ખાતે રહેતા વાલજી પટેલના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે

પોથીયાત્રા નીકળી હતી. તા. 13થી 19 દરમ્યાન સદર રામચરિત માનસ કથાનું રસપાન

ગ્રામજનોને મળશે. સદર કથામાં ભગવાનની ભક્તિનું શ્રવણ

સાથે સ્વચ્છ ભારત, પ્લાસ્ટિકનો વિવેકપૂર્વક ઉપયોગ, વ્યસનમુક્તિ, વૃક્ષમાં વાસુદેવ સમજી રોપણ અને જતન એવા રાષ્ટ્ર સેવાના ઉદેશ્ય સાથે

કથામાં 'યુવાનો સંગ ગોષ્ઠિ'નો પણ કાર્યક્રમ રાખવામાં

આવ્યો છે.

આ પ્રસંગે સુરતની છાંયડો સંસ્થાના ભરત શાહ, આશીર્વાદ માનવ

મંદિર, ધોરણપારડીના જેરામભાઈએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું. ટ્રસ્ટી નાગર

લાડે પૂ. સુખાનંદ સ્વામીજીને આવકારી તેમનું સ્વાગત સહિત સંસ્થાનો પરિચય આપ્યો હતો.

Next Story