Connect Gujarat
Featured

સુરત : મતદાન જાગૃતિ અંગે રંગોળી સ્પર્ધાનું આયોજન, વિવિધ સૂત્રો દ્વારા લોકોને અચૂક મતદાન કરવાની અપીલ

સુરત : મતદાન જાગૃતિ અંગે રંગોળી સ્પર્ધાનું આયોજન, વિવિધ સૂત્રો દ્વારા લોકોને અચૂક મતદાન કરવાની અપીલ
X

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પર્વને ટૂંક સમય જ બાકી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કલેક્ટર કચેરી ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેર ખાતે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અંગે લોકોમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે મતદાન જાગૃતિ થીમ આધારિત સુંદર રંગોળી બનાવી હતી, tyare આ રંગોળી સ્પર્ધામાં “મતદાન મારો હક છે” સહિતના વિવિધ સૂત્રો લખી અચૂક મતદાન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

Next Story