Connect Gujarat
Featured

સુરત : રાપરમાં થયેલ ધારાશાસ્ત્રીની હત્યાનો મામલો, પ્રોટેક્સન એક્ટની માંગ સાથે વકીલો પહોચ્યા કલેક્ટર કચેરી

સુરત : રાપરમાં થયેલ ધારાશાસ્ત્રીની હત્યાનો મામલો, પ્રોટેક્સન એક્ટની માંગ સાથે વકીલો પહોચ્યા કલેક્ટર કચેરી
X

કચ્છ જિલ્લાના રાપરમાં ધારાસભ્યના કાર્યાલય નજીક ધારાશાસ્ત્રી દેવજી મહેશ્વરીની ધોળા દિવસે નિર્મમ હત્યા કરવામાં આવી હતી, ત્યારે સુરત ખાતે ડો. આંબેડકર બાર એસોસિએશન દ્વારા પ્રોટેક્સન એક્ટની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સતત જે રીતે ક્રાઈમ રેટ વધી થયો છે, તે જોતા હવે ગુજરાત પણ બિહાર બનતું જતું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, કોઈ પણ માણસની હત્યા કરવી એ ગુજરાતમાં સામન્ય બાબત હોય તેમ અસામાજિક તત્વોને હવે પોલીસનો ડર કે, ખોફ રહ્યો ન હોય તેમ એક બાદ એક ગુન્હાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે કચ્છના રાપરમાં ધોળા દિવસે એડવોકેટની નિર્મમ હત્યા કરી દેવાતા લોકોમાં આક્રોશ ભારે જોવા મળ્યો છે.

ગુજરાતભરમાં અનેક સંગઠનો અને સંસ્થા દ્વારા તંત્રમાં આવેદન પત્રો પાઠવી આવી ઘટના બીજી વાર ન બને તેવી માંગણી કરવામાં આવી છે, ત્યારે સુરત ખાતે ડો. આંબેડકર બાર એસોસિએશનના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી. જોકે રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ માટે સીટની રચના કરી છે. પરંતુ ડો. આંબેડકર બાર એસોસિએશનના સભ્યોએ આક્રોશ સાથે માંગણી કરતા જણાવ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં હવે કોઈ સલામત નથી. ધારાશાસ્ત્રીની ધોળે દિવસે જો અસામાજિક તત્વો નિર્મમ હત્યા કરતાં હોય તો સામન્ય માણસની સુરક્ષાની તો વાત જ ક્યાં છે. ઉપરાંત આ ઘટના બાદ હવે રાજ્યપાલ સમક્ષ એટવોકેટ પ્રોકટેશન એક્ટ બનવવાની પણ માંગણી કરવામાં આવી છે.

Next Story