Connect Gujarat
Featured

સુરત : રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યએ યોજી બેઠક, મહિલા બાળ વિકાસ સહિતના મુદ્દાઓ પર કરાઇ ચર્ચા

સુરત : રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યએ યોજી બેઠક, મહિલા બાળ વિકાસ સહિતના મુદ્દાઓ પર કરાઇ ચર્ચા
X

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલ દેસાઈ સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુરત વહીવટી તંત્ર સાથે બેઠક યોજી મહિલા બાળ વિકાસ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલ દેસાઈએ વહીવટી તંત્રના અધિકારીઓને મહિલાલક્ષી યોજનાઓ અંગે સમીક્ષા કરી વિશેષ માહિતી આપી હતી. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાલક્ષી તમામ યોજનાઓના સાચા અર્થમાં લાભાર્થીઓને લાભ પહોંચાડવામાં આવે તેવા અધિકારીઓને સૂચન પણ કરાયા હતા. તો સાથે જ મહિલાઓ સુધી વિવિધ યોજનાઓ પહોચે તે માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા માર્ગદર્શન આપ્યું હતું.

ઉપરાંત મહિલા અત્યાચાર અને બાળકીઓ સાથે બનતી દુષ્કર્મની ઘટનાઓ સામે ગંભીરતા દાખવી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી, ત્યારે દુષ્કર્મ જેવી ગંભીર ઘટનામાં વહેલામાં વહેલી તકે આરોપીઓને કડકમાં કડક સજા થઈ શકે તેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

Next Story