Connect Gujarat
Featured

સુરત: રિલાયન્સ જિયો બ્રાન્ડનેમનો ઉપયોગ કરી ઘઉંનો લોટ વેચ્યો, મામલો પોલીસ મથકે પહોચતા શું થયું જુઓ

સુરત: રિલાયન્સ જિયો બ્રાન્ડનેમનો ઉપયોગ કરી ઘઉંનો લોટ વેચ્યો, મામલો પોલીસ મથકે પહોચતા શું થયું જુઓ
X

રિલાયન્સ જિયોના ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવા બદલ સુરત પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. કંપનીની ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી.

જિયોના બ્રાન્ડનેમ અને લોગોનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવા માટે સુરત સ્થિત ટ્રેડિંગ કંપની સામે સચીન પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિયોના લોગો અને ડિઝાઇનનો ઉપયોગ કરવા બદલ ટ્રેડ માર્ક એક્ટ 1999નો ભંગ કરવા બદલ સુરતની રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આ મામલે સુરત ઝોન-3ના ડેપ્યૂટી પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટ્રેડ માર્ક એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. "જિયોના ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવા માટે રામ ક્રિષ્ણ ટ્રેડલિન્ક નામની કંપની વિરુદ્ધ રિલાયન્સ જિયોએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અમે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે."

સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગત આઠમી જાન્યુઆરીના રોજ ખાનગી ચેનલમાં પ્રસારિત થયેલા સમાચાર મુજબ"જિયો ડેટા કે બાદ જિયો આટા" અને સુરતની રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની જિયો લખેલી બોરીમાં ઘઉંનો લોટ વેચે છે તેમ પણ પ્રસારિત થયું હતું. આ બાબત ધ્યાને આવતાં રિલાયન્સ દ્વારા સુરતના પોલીસ કમિશનરને આ બાબતે તપાસ કરવા અરજી કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર રિલાયન્સ કંપનીના ટ્રેડ માર્ક એવા "Jio"ના લોગો અને ડિઝાઇનનો ઉપયોગ કરી ઘઉંનો લોટ ભરવાની બોરી ઉપર આ લોગો તથા ડિઝાઇન છાપી બજારમાં વેચાણ કર્યું હતું.

Next Story