Connect Gujarat
ગુજરાત

સુરત : વતન જવા માંગતા શ્રમિકો પાસેથી ટ્રેનની ટીકીટના નામે ચાલતી લુંટ

સુરત : વતન જવા માંગતા શ્રમિકો પાસેથી ટ્રેનની ટીકીટના નામે ચાલતી લુંટ
X

કોરોનાની મહામારી વચ્ચેે ગુજરાતમાંથી શ્રમજીવીઓ ઉચાળા ભરી રહયાં છે ત્યારે વતન પરત જઇ રહેલાં શ્રમિકો દારૂણ સ્થિતિમાં હોવા છતાં કેટલાક લેભાગુઓ ટીકીટના નામે શ્રમજીવીઓ પાસેથી ખુલ્લી લુંટ ચલાવી રહયાં છે.

લોક ડાઉનના કારણે શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે તો બીજી તરફ શ્રમિકો પાસેથી ટીકીટના બમણા ભાવ પણ વસુલવામાં આવી રહ્યા છે. ટીકીટના ૯૦૦ રૂપિયાથી લઈને ૨ હજાર અને ૨૫૦૦ રૂપિયા પણ વસુલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ શ્રમિકો કરી રહયાં છે. સુરતથી ઓડિશાના ગંજામ જતી ટ્રેનમાં હીરા બાગ પીક અપ પોઈન્ટ પરથી સિટી બસમાં શ્રમિકોને રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. આ સમયે કોંગ્રેસના કાઉન્સિલર ભાવેશ રબારીએ શ્રમિકો સાથે વાત કરી હતી.

વતન વાપસી કરી રહેલાં શ્રમિકોએ કહ્યું કે, અમે 710ની ટીકિટના 900થી લઈને 2000 અને 2500 રૂપિયા ચુકવ્યાં છે. મહામારીના સમયે મજબૂર શ્રમિકોની લાચારીનો ફાયદો ઉઠાવવા નીકળેલા કાળા બજારીયા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની મારી માંગણી કોંગ્રેસના કાઉન્સિલરે વધુમાં કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ મહામારીના કારણે શ્રમિકોનો જમવાનો સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. નાણા અને ભોજન ખુટી જવાના કારણે શ્રમિકો હવે ગુજરાત છોડી તેમના વતનમાં પરત જઇ રહયાં છે. વતન પરત જઇ રહેલાં શ્રમિકો પાસેથી ટીકીટના નામે લુંટ ચલાવનારાઓને શોધી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

Next Story