Connect Gujarat
ગુજરાત

સુરત : કુવારદાની શાળામાં યોજાયો રોબોટિક્સ વર્કશોપ, બેંગ્લોરના રોબર્ટ એક્સપર્ટની હાજરીમાં વિધ્યાર્થીઓએ બનાવ્યા 8 રોબોટ

સુરત : કુવારદાની શાળામાં યોજાયો રોબોટિક્સ વર્કશોપ, બેંગ્લોરના રોબર્ટ એક્સપર્ટની હાજરીમાં વિધ્યાર્થીઓએ બનાવ્યા 8 રોબોટ
X

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુવારદા ગામે આવેલ તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં રોબોટિક્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધી ઘણી કોલેજોમાં રોબોટિક્સ વર્કશોપનું આયોજન થયું છે, પરંતુ શાળા કક્ષાએ પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે માંગરોળ તાલુકાના કુવારદા ગામે આવેલ તક્ષશિલા સ્કૂલમાં આયોજન કરવામાં આવતા સંચાલકો દ્વારા બેંગ્લોરના એક રોબર્ટ એક્સપર્ટને બોલાવવા આવ્યા હતા. આ રોબોટિક્સ વર્કશોપમાં શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ 5-5ની ટુકડી બનાવી અલગ અલગ પ્રકારના રોબર્ટ બનાવની કામગીરીમાં લાગી ગયા હતા. રોબોટ એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ બધા જ ગ્રૂપને રોબર્ટ બનાવામાં કામમાં આવતી ચીજવસ્તુઓ કીટ આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ ભારે જહેમત બાદ 8 જેટલા અલગ અલગ રોબોટ બનાવ્યા હતા. આ પ્રસંગે બેંગ્લોરથી આવેલા રોબર્ટ એક્સપર્ટ અંશુમાન શાહુ, શાળાના આચાર્ય વિજય ચૌહાણ તેમજ શિક્ષકગણ દ્વારા વિધ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા હતા.

Next Story