Connect Gujarat
ગુજરાત

સુરત : એમ્બ્રોઇડરીના કારખાનામાં 1.33 લાખ રૂા.ની ચોરી, જુઓ સીસીટીવી ફુટેજ

સુરત : એમ્બ્રોઇડરીના કારખાનામાં 1.33 લાખ રૂા.ની ચોરી, જુઓ સીસીટીવી ફુટેજ
X

સુરતના વરાછા ઉમિયાધામ રોડ પર કબીરવાડી

વિસ્તારમાં આવેલાં એમ્બ્રોઇડરીના

કારખાના માંથી રૂપિયા 1.33 લાખની

કિંમતનો કાપડ ચોરીની ઘટના બની છે.

સુરતના વરાછા ઉમિયાધામ રોડ ખાતે આવેલ

કબીરવાડી વિસ્તારમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં તસ્કરોએ ધાપ મારી કાપડની ચોરી કરી

ફરાર થઈ ગયા છે. તસ્કરોએ દુકાનનો દરવાજો તોડ્યા વગર દરવાજાની નીચેથી કાપડ કાઢી ચોરીની ઘટનાને અંજામ

આપ્યો હતો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. 1.33 લાખ રૂપિયાની કિમંતના કાપડની ઉઠાંતરી કરી

તસ્કરો પોબારા ગણી ગયાં હતાં. વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી

પાડવાની કવાયત હાથ ધરી છે.

Next Story