Connect Gujarat
ગુજરાત

સુરત: રૂસ્તમપુરા પોલીસ ચોકીના PSIએ માંગી 90 હજારની લાંચ, જુઓ પછી શું થયું

સુરત: રૂસ્તમપુરા પોલીસ ચોકીના PSIએ માંગી 90 હજારની લાંચ, જુઓ પછી શું થયું
X

સુરતની રૂસ્તમપુરા પોલીસ ચોકીના પીએસઆઇ બ્રિજેશકુમાર ગઢવી અને વચેટિયાને એસીબીએ 90 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડયાં છે.

સુરતના સલાબતપુરામાં જરીના વેપારીએ રો મટેરિયલ્સના વેપારી પાસેથી અન્ય વેપારીને ઉધારમાં માલસામાન અપાવ્યો હતો. જે વેપારીએ ઉધારમાં માલસામાન લીધો હતો તે વેપારી રૂપિયા ચુકવ્યાં વિના યુનિટ બંધ કરી ચાલ્યો ગયો હતો. ફરાર થઇ ગયેલાં વેપારી વિરૂધ્ધ રો- મટેરિયલ્સવાળાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ રૂસ્તમપુરા પોલીસ ચોકીના પીએસઆઈ બ્રિજેશદાન ચંદ્રવદન ગઢવી કરી રહ્યા હતાં.

પોલીસ ફરિયાદમાં ઓળખાણ કરાવનારનું નામ આરોપી તરીકે ન હોવા છતાં પીએસઆઈ ગઢવીએ ઓળખાણ કરાવનાર વેપારી પાસેથી પતાવટ માટે એક લાખ રૂપિયા માંગ્યાં હતાં. લાંચની રકમ પૈકી 10 હજાર રૂપિયા વેપારીએ આપી દીધાં હતાં. બાકીના 90 હજાર આપતા પહેલાં તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીની ટીમે પોલીસ સ્ટેશનના ગેટ પર જ છટકું ગોઠવી પીએસઆઇ તથા તેમના વચેટીયા ઋત્વિક પોપટ પટેલને લાંચ લેતા ઝડપી પાડયાં હતાં. હાલ પીએસઆઇ તથા વચેટીયાના નિવાસસ્થાન પર એસીબીની ટીમ સર્ચ કરી રહી છે.

Next Story