Connect Gujarat
Featured

સુરત : સચીન જી.આઇ.ડી.સી.માં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ

સુરત : સચીન જી.આઇ.ડી.સી.માં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ
X

સુરતના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી પણ ધુમાડાના ગોટેગોટે છવાઇ જતાં આસપાસના લોકોમાં દહેશત ફેલાઇ હતી.

સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આજરોજ કોઇ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમણે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

આગ વિકરાળ હોવાથ આકાશમાં ધુમાડા છવાઇ ગયાં હતાં. લાશ્કરોએ બંધ ગોડાઉનની દીવાલ તોડી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી પણ પ્લાસ્ટિકનો વિશાળ જથ્થો બળીને રાખ થઇ ગયો હતો. આગના પગલે આસપાસના લોકોમાં ભય ફેલાઇ ગયો હતો.

Next Story