Connect Gujarat
ગુજરાત

સુરત : ખાનગી ફાર્મની ગટરની સફાઇ માટે ઉતરેલા મનપાના બે સફાઇકર્મીના મોત

સુરત : ખાનગી ફાર્મની ગટરની સફાઇ માટે ઉતરેલા મનપાના બે સફાઇકર્મીના મોત
X

સુરતના મોટી વેડ ખાતે ગટરની કુંડી સાફ કરવા ઉતરેલા પાલિકાના બે સફાઇ

કર્મચારીઓના ઝેરી ગેસ લાગવાના કારણે મોત થયાં છે. બંને સફાઇ કર્મીઓને કોઇ પણ જાતની

મંજુરી વિના ગટરમાં ઉતારવામાં આવ્યાં હોવાનું સામે આવતાં બંને કર્મચારીઓને સફાઇ

માટે બોલાવનારી વ્યકતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સુરતના ચોક બજાર ખાતે આવેલ મોટી વેડના નીચલા ફળીયામાં રહેતા 30 વર્ષીય કિશોર મોતી સુરકા અને વિજય ભૈયા મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીઓ તરીકે ફરજ બજાવે છે. તેઓ મુખ્ય રોડ પર આવેલાં ફાર્મની ગટરની સફાઇ કરવા માટે કુંડીમાં ઉતર્યા હતાં. દરમિયાન તેમને ઝેરી ગેસની અસર લાગતાં બંને કુંડીમાં ઢળી પડયાં હતાં. આસપાસના લોકોની નજર પડતાં ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાયટર્સે કુંડીમાં ઉતરીને બંનેને બહાર કાઢયાં હતાં પણ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. બંને સફાઇ કર્મચારીઓને મનપાને અન્ય કોઇ વિભાગની મંજુરી વિના ગટરમાં ઉતારવામાં આવ્યા હોવાની વિગતો સપાટી પર આવતાં તેમને સફાઇ માટે બોલાવનારા બાબુભાઇ ઓધવજીભાઈ ડોબરિયા નામના વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story