Connect Gujarat
ગુજરાત

સુરત: સરથાણા ખાતે હાર્દિક પટેલની પોલીસે કરી અટકાયત

સુરત: સરથાણા ખાતે હાર્દિક પટેલની પોલીસે કરી અટકાયત
X

સુરત સરથાણા અગ્નિકાંડ ઘટનાને લઈ ગતરોજ હાર્દિક પટેલ સુરતની મુલાકાત લીધી હતી. દરમિયાન હાર્દિક પટેલ અગ્નિ ઘટનાને લઈ મેયરને હટાવવાની માંગ કરી હતી. સાથે જો યોગ્ય પગલાં ન ભરાય તો અનશન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજ રોજ હાર્દિક પટેલ અલ્પેશ કથીરિયા ઘર તરફ જઈ રહ્યો હોય દરમ્યાન પોલીસે સરથાણા ખાતે ચારે તરફ થી તેને ઘેરીને હાર્દિક પટેલની અટકાયત કરી હતી. હાલ તો હાર્દિકની અટકાયત કરી ઈચ્છાપુર પોલીસ મથકે લઇ જવામાં આવ્યો છે.

સુરત સરથાણા આગ કાંડ મામલે હાર્દિક પટેલ પર ગત રોજ સ્થળ મુલાકાત દરમિયાન અજાણ્યા બે શખ્સોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. હાર્દિક પટેલ ઉપર હુમલા બાદ સમર્થકો અને બન્ને અજાણીયા શખ્સો વચ્ચે ઝપાઝપી થઈ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવા બદલ સ્થાનિક પાસ કાર્યકરોમાં રોષ હોવાનું સામે આવ્યું હતું. જો કે, પોલીસ આવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો ત્યાર બાદ હાર્દિક પટેલ સ્થળ ઉપરથી રવાના થયો હતો.

Next Story