Connect Gujarat
ગુજરાત

સુરતઃ સરથાણામાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં

સુરતઃ સરથાણામાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
X

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરતના સરથાણા વિસ્તારમાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનશીબે અકસ્માતમાં કોઈને જાનહાની નોંધાઈ નથી. સરથાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી પોદારા ઈન્ટરનેશનલ સ્કુલની બસ વિદ્યાર્થીઓને લઈને પસાર થઈ રહી હતી. વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલ બસ અને કાર નંબર જીજે-07, એઆર-8821 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કારના બોનેટના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાની ગંભીરતા પારખી ગયેલા બસના ડ્રાઈવરે બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ઉતારી દીધા હતાં.

અકસ્માતન પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓને કોઈ ઈજા પહોંચી ન હતી. તેમજ કોઈ જાનહાનીનો બનાવ પણ બન્યો ન હતો. અકસ્માત થતાં રસ્તા પર ટ્રાકિફજામના દ્રશ્યો સર્જાયા હતાં. બનાવ અંગે સરથાણા પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ ટ્રાફિકજામને હળવો કરાવ્યો હતો. સરથાણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story