Connect Gujarat
ગુજરાત

સુરત : સાયણ વિભાગ સહકારી ખાંડ ઉધોગ મંડળીએ વર્ષ 2019-20 પીલાણની સિઝનનો કર્યો પ્રારંભ

સુરત : સાયણ વિભાગ સહકારી ખાંડ ઉધોગ મંડળીએ વર્ષ 2019-20 પીલાણની સિઝનનો કર્યો પ્રારંભ
X

દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લાની મહત્વની ગણાતી સુગર

ફેકટરી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉધોગ મંડળીએ વર્ષ 2019/20 માં પીલાણનો સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સાયણ વિભાગ સુગર ફેક્ટરીના

વજન કાંટા પાસે ફેક્ટરીના યાર્ડમાં વિધિવત પૂજાવિધિ કરી શ્રી ગણેશ

કર્યા હતા. આ પ્રસંગે ચેરમેન રાકેશ પટેલે લોકોને

માહિતગાર કરતા જણાવ્યું હતું કે, ચાલુ પીલાણ સિઝન માટે 18,900 એકર શેરડીનું નવું તથા 11,000 એકર

લામ રોપણ મળી કુલ 29,900 એકર શેરડીનો ઉભો પાક છે. ચાલુ શેરડી પીલાણ સિઝનમાં ૯ લાખથી વધુ ટન

શેરડીનું પીલાણ પૂરું કરવાનો લક્ષ્ય છે. આ પ્રસંગે સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ દેવેન્દ્ર પટેલ તેમજ દર્શન નાયક, મુકુંદ

પટેલ, ડિરેક્ટરો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સભાસદોએ હાજરી આપી

હતી.

Next Story