Connect Gujarat
ગુજરાત

સુરતઃ ફીનોમિનલ હેલ્થકેર દ્વારા રોકાણકારો સાથે 6 કરોડ ઉપરાંતની છેતરપિંડી

સુરતઃ ફીનોમિનલ હેલ્થકેર દ્વારા રોકાણકારો સાથે 6 કરોડ ઉપરાંતની છેતરપિંડી
X

બેલ્જીયમ સ્કવેરની તેમજ મુંબઈની ઓફિસને તાળા વાગતા રોકાણકારો છેતરાયા હોવાનું સામે આવ્યું

સુરત શહેરની ફીનોમિનલ નામની કંપની દ્વારા 50થી વઘુ લોકો સાથે 6 કરોડ 94 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા પામી છે. સુરત શહેરની બેલ્જીયન સ્કવેરમાં આવેલ ઓફિસ તેમજ મુંબઈની ઓફિસને તાળા મારીને ડિરેકટર ફરાર તઈ જતા લોકોને છેતરાયા હોવાની જાણ થઈ હતી.

સુરત શહેરના બેલ્જીયમ સ્કેવરમાં ફીનોમિનલ નામની કંપનીની ઓફિસ આવેલી છે. કંપનીની ઓફિસમાં રોકાણ કરી વધુ વેતન આપવના બહાને મેનેજર અને એજન્ટો દ્રારા રોકાણ કરાવવામાં આવતું હતું. મેનેજર અને એજન્ટો દ્રારા કંપનીએ ભારત ભરમાં ઓફિસ ખોલી હોવાનું રોકાણકારોને જણાવવામાં આવતું હતું. મેનેજર-એજન્ટ દ્વારા સુરતની ઓફિસને તાળા મારી ફરાર થઈ જતા રોકાણ કરનારા સુરતના 50થી વધુ લોકોએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં 6 કરોડ 94 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Next Story