Connect Gujarat
Featured

સુરત : શાળા તથા કોલેજોમાં મીની વેકેશન, મલ્ટીપ્લેકસ અને સ્વિમિંગપુલમાં “No Entry”

સુરત : શાળા તથા કોલેજોમાં મીની વેકેશન, મલ્ટીપ્લેકસ અને સ્વિમિંગપુલમાં “No Entry”
X

ભારતમાં પણ કોરોના વાયરસનો પગપેસારો થઇ ચુકયો છે ત્યારે ગુજરાતમાં પણ સરકારે શાળા, કોલેજો અને મલ્ટીપ્લેકસ 15 દિવસ માટે બંધ કરવા આદેશ જારી કર્યા છે.

કાપડ નગરી સુરતની વાત કરવામાં આવે તો સરકારના આદેશની અસર જિલ્લાની 1,500 કરતાં વધારે શાળાઓ અને કોલેજો ઉપર પડશે. સોમવારના રોજથી શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓ માટે મીની વેકેશન પડી ગયું છે. જો કે આ રજાઓમાંથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને બાકાત રાખવામાં આવ્યાં છે. 15 દિવસ સુધી સ્વિમિંગપુલ અને મલ્ટીપ્લેકસ પણ બંધ રાખવા જણાવાયું છે. સુરત શહેરમાં સરકારના આદેશનો કડક અમલ થાય તે માટે તંત્ર દોડધામ કરી રહયું છે.

Next Story