Connect Gujarat
ગુજરાત

સુરત: શનિવારી બજારમાં લોકોએ બે હપ્તાખોર ઈસમોની કરી ધોલાઈ

સુરત: શનિવારી બજારમાં લોકોએ બે હપ્તાખોર ઈસમોની કરી ધોલાઈ
X

સુરતના ચોકબજાર સ્થિત શનિવારી બજારમાં લોકોએ બે હપ્તાખોર ઈસમોની ધોલાઈ કરી છે પાથરણાવાળા પાસે જઈ બંને ઈસમો હપ્તો ઉઘરાવતા હતા. આખરે તેઓના ત્રાસથી કંટાળી લોકોએ બંને ઇસમોને મેથીપાક આપ્યો હતો આ ઘટનાનો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતના ચોકબજાર સ્થિત શનિવારી બજારને પાલિકા અને પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી છે. પરંતુ હજુ પણ ત્યાં કેટલાક પાથરણાવાળા પોતાનું પેટીયું રળવા ધંધો કરી રહ્યા છે. ત્યારે બે ઈસમો પોલિસનો રોફ જમાવી પાથરણા વાળા પાસેથી ૫૦ થી ૧૦૦ રૂપિયા હપ્તો ઉઘરાવતા હતા અને જો કોઈ હપ્તો ન આપે તો રેકડી ઉઠાવી લઇ ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ પણ આપતા હતા.

આખરે આ બંને ઇસમોના ત્રાસથી કંટાળી લોકોએ તેઓની ધોલાઈ કરી હતી આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેમ બંને ઈસમો પાથરણા વાળા પાસે જઈ ધાક ધમકીઓ આપી રૂપિયા ઉઘરાવી રહ્યા છે. જયારે અન્ય વિડીયોમાં આ બંને ઈસમોની લોકોએ ધોલાઈ કરતા નજરે ચડી રહ્યા છે જો કે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Next Story