Connect Gujarat
ગુજરાત

સુરત : શંકરસિંહ વાઘેલાએ મિડીયાના મિત્રોને આપી સલાહ, જુઓ શું છે ઘટના

સુરત : શંકરસિંહ વાઘેલાએ મિડીયાના મિત્રોને આપી સલાહ, જુઓ શું છે ઘટના
X

રાજકોટમાં

રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિવાદમાં સપડાય છે. કાર્યક્રમના કવરેજ માટે

આઠ જેટલા પત્રકારોને 50 હજાર

રૂપિયાના ચેક અપાયાં હોવાના મુદે વિપક્ષને સરકારને ઘેરવાનો મોકો મળી ગયો છે.

રાજકોટમાં

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની કરાયેલી ઉજવણીના કવરેજ માટે કલેક્ટર રેમ્યા મોહને

અલગ અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના આઠ અખબારોના

પત્રકારોને 50 હજાર

રૂપિયાના ચેક મોકલાવતાં વિવાદ થયો છે. રાજયના મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર દુર કરવાની

વાત કરી રહયાં છે તેવામાં જ સામે આવેલી ઘટનાથી વિપક્ષને સરકાર પર પ્રહાર કરવા

માટેનું હથિયાર મળી ગયું છે. સુરત ખાતે આવેલાં એનસીપી નેતા શંકર સિંહ વાઘેલાએ ભાજપ

પર પ્રહાર કરતાં જણાવ્યું હતુ કે ભાજપે પોતાની વાહ વાહ કરવા ચેક આપ્યો હતો હુ

માનું છુ કે આ મોટો ભ્રષ્ટાચાર છે. મીડીયાને આવી રીતે ભષ્ટાચારના કૌભાંડમાં ભાગીદાર

નહીં બનાવવા જોઈએ જે મિત્રોએ આ ચેક લીધા હોય તે બધાએ સાથે મળીને ગાંધીનગર

વિધાનસભામાં જઈ મુખ્યમંત્રીને પરત કરવા જોઈએ. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ

અમિત ચાવડાએ પણ આ મુદે તીખી પ્રતિક્રિયા આપી હતી. ચેકનો વિવાદ વકરતો જોઇ રાજકોટના

કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, પત્રકારોને જાહેરાતના બિલ માટેના ચેક

આપવામાં આવ્યાં હતાં. ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરવામાં આવી રહયાં છે તે પાયાવિહોણા

છે.

Next Story