Connect Gujarat
ગુજરાત

સ્માર્ટ સીટી સુરતમાં આંગણવાડીઓમાં ભણતા બાળકોની પરિસ્થતિ કપરી

સ્માર્ટ સીટી સુરતમાં આંગણવાડીઓમાં ભણતા બાળકોની પરિસ્થતિ કપરી
X

રાજ્ય સરકાર દ્વારા સર્વશિક્ષા અભિયાન હેઠળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટ ક્યાં ઘર કરી જાય છે એ તપાસનો વિષય છે. સ્માર્ટ સીટી સુરતમાં આંગણવાડીઓમાં ભણતા બાળકો કપરી પરિસ્થતિમાં ભણવા મજબુર બન્યા છે. પુણા અને ભેસ્તાન વિસ્તારમાં આંગણવાડી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવામાં આવી રહી છે. છેલ્લા ૪ વર્ષથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

કનેક્ટ ગુજરાત ન્યૂઝની ટિમ જ્યારે ભેસ્તાન એસએમસી આવાસમાં પહોંચી ત્યારે ખબર પડીકે ૪ વર્ષથી બાળકો પાર્કિંગમાં અભ્યાસ કરી રહ્યા છે. ચોમાસુ ઉનાળો કે શિયાળો હોય બાળકો આ રીતે ભણવા મજબૂર છે કેમકે આંગણવાડીની ગ્રાન્ટ ક્યાં ઘર કરી જાય છે એ અધિકારીઓ અને નેતાઓ જ જાણે છે. જુઓ કનેક્ટ ગુજરાતનો આ એક્સક્લુઝીવ અહેવાલ

તમે જે દ્રશ્યો જોય રહ્યા છો એ દ્રષ્યો સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સફારી કોમ્પેક્ષ એસએમસી આવાસની આંગણવાડીના છે. અહીં બાળકો એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેસીને ભણવા મજબુર બન્યા છે. કારણ કે અહીં આંગણવાડીનું મકાન બનાવવાનું જ પાલિકા ભૂલી ગઈ છે છેલ્લા ચાર વર્ષથી આ બાળકો આરીતે અભ્યાસ કરી રહ્યા છે.

Next Story