Connect Gujarat
ગુજરાત

સુરત સ્માર્ટ સિટીમાં રોડ રસ્તા, ડ્રેનેજ લાઈન, સ્ટ્રીટ લાઈટ, સુવિધા સહિત પાણી માટે તરસતા લોકો

સુરત સ્માર્ટ સિટીમાં રોડ રસ્તા, ડ્રેનેજ લાઈન, સ્ટ્રીટ લાઈટ, સુવિધા સહિત પાણી માટે તરસતા લોકો
X

સુરત સ્માર્ટ સિટીમાં લોકો પ્રાથમિક સુવિધા થી વંચિત છે ડીંડોલી વિસ્તરમાં આવેલ આશરે 1000 મકાનો મનપાની પ્રાથમિક સુવિધાથી વંચિત.

આ છે સુરત મહાનગર પાલિકાનો સ્માર્ટ સિટીનો ડીંડોલી વિસ્તાર જ્યાં ન્યુ બાલાજી નગર,શિવ નગર,શિવાજી નગર સોસરતીઓ આવેલી છે જેમાં આશરે 1000 થી વધુ મકાનો આવેલા છે છેલ્લા 20 વર્ષ થી અહીં લોકોને પ્રાથમિક સુવિધા પણ પહોંચી નહીં તમે દ્રશ્યમાં જોઈ રહિયા છો રોડ રસ્તા,ગટર,ટેન્કર પર પાણી ભરતા લોકોની સ્થિતિ 20 વર્ષથી લોકો આ વિસ્તારમાં રહેતા આવી રહિયા છે પણ આજ દિન સુધી મનપા કે શાસક પક્ષ દ્વારા પાણી લાઈન, ડ્રેનેજ લાઈન, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતની અન્ય સુવિધા આપવામાં આવી નહીં

  • સ્માર્ટ સિટીમાં લોકો પાણીના ટેન્કર પર પાણી ભરવા મજબૂર

સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાને લઇ મનપા અધિકારી અને શાસક પક્ષના નેતા અનેક વખત રજુવાત કરી તો છતાં આજ દિન સુધી સ્માર્ટ સિટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નહીં રહીશો નું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી અમે અહીં વસવાટ કરી રહિયા છે અમારા વિસ્તરમાં આજ દિન સુધી પાણી લાઈન, ડ્રેનેજ લાઈન નાખવામાં આવી નહીં અમે 20 વર્ષ થી ખાનગી વ્યક્તિ પાસેથી 200 રૂપિયા મહિને ખર્ચી ખારું પાણી ખરીદી રહિયા છે જયારે મનપા દ્વારા અઠવાડિયામાં કોઈક વાર પાણીનો ટેન્કર મોકલવામાં આવે છે જેમાં પાણી લેવા માટે પણ પડાપડી કરવી પડે છે.

તો બીજી બાજુ સોસાયટીમાં આજ દિન સુધી રોડ રસ્તા બનાવમાં આવ્યા નહીં જેને લઈ બારે માસ અમને આવા રસ્તા પર પસાર થવું પડે છે. ખાસ કરીને વરસાદી સમયમાં ડ્રેનેજ લાઈન અને રોડ રસ્તા ન હોવાના કારણે ઘરમાં પાણી ભરાય જાય છે. આ સમસ્યા ને લઈ મનપા કે શાસક પક્ષના નેતા કોઈ ઉકેલ લાવતા નહીં અને માત્ર ચૂંટણી આવે છે. ત્યારે વિસ્તારમાં નેતા નજરે પડતા હોય છે.

જ્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે સરકાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અનેક યોજનાઓ બહાર પડતી હોય છે સ્માર્ટ સિટી માટે કરોડનું બજેટ હોય તો છતાં લોકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી શું મનપા લોકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવ્યા વગર સ્માર્ટ સિટીનો એવોર્ટ લેવા મેદાનમાં ઉતરી છે. જયારે સ્માર્ટ સિટીની વાત તો દૂર લોકોને ગામડા જેવી સેવા પણ મડતી નહીં. હવે જોવું એ રહીયું કે મનપાને નેતા ક્યારે ઊંઘ માંથી જાગી લોકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરશે??

Next Story