Connect Gujarat
Featured

સુરત : સોશિયો સર્કલ નજીક લુમ્સના કારખાનામાં લાગી આગ, ત્રીજા માળેથી 3 કારીગરો નીચે કૂદતા થયા ઇજાગ્રસ્ત

સુરત : સોશિયો સર્કલ નજીક લુમ્સના કારખાનામાં લાગી આગ, ત્રીજા માળેથી 3 કારીગરો નીચે કૂદતા થયા ઇજાગ્રસ્ત
X

સુરત શહેરના સોશિયો સર્કલ નજીક વહેલી સવારે લુમ્સના કારખાનામાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે કારીગરોએ જીવ બચાવવા કારખાનાના ત્રીજા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. જેમાં કેટલાક કારીગરોને પગમાં ઈજા થઈ હતી. બનાવની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સુરતના સોશિયો સર્કલ નજીક લુમ્સના કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા કારખાનામાં કામ કરી રહેલા કારીગરોમાં દોડધામ મચી હતી, ત્યારે કારખાનામાં રહેલા ઝરી બનાવવાના રોલના જથ્થામાં લાગેલી આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ત્રીજા માળે કામ કરી રહેલા 3 જેટલા કારીગરો ડરના માર્યે નીચે કૂદી ગયા હતા. જેથી ત્રણેયને પગમાં ગંભીર ઇજા પહોચી હતી.

બનાવની જાણ સુરત ફાયર વિભાગને થતાં ફાયર વિભાગનો કાફોલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 5થી વધુ ફાયર ટેન્ડરની મદદથી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમતે સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ કાબૂમાં આવે તે પહેલા જ 5થી 6 મશીનો તેમજ કાપડના જથ્થા સહિતનો અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. હાલ તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story