Connect Gujarat
ગુજરાત

સુરત : કચરા પેટી પર “ભાજપ ભંડોળ પેટી”ના લાગ્યા સ્ટિકર, જાણો શું છે સમગ્ર મામલો

સુરત : કચરા પેટી પર “ભાજપ ભંડોળ પેટી”ના લાગ્યા સ્ટિકર, જાણો શું છે સમગ્ર મામલો
X

સુરત શહેરમાં કચરા પેટી પર હવે રાજકરણ શરુ

થયું છે. કચરા પેટીની ખરીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ ધારાસભ્યએ કર્યો છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં કચરા પેટી પર “ભાજપ ભંડોળ પેટી”ના સ્ટિકર જોવા મળતા વિવાદ વકર્યો છે.

સુરતમાં રાજનીતિ તેની ચરમસીમા પર પહોચી છે, ત્યારે હવે આ રાજનીતિ કચરા

પેટી પર થઇ રહી છે. સુરતમાં રૂપિયા 4 કરોડના ખર્ચે કચરા પેટી ખરીદવામાં આવી હતી. આ કચરા પેટી ખરીદવામાં

ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યો હતો. સમગ્ર મામલામાં ફરી

એક વખત કચરા પેટીના વિવાદથી શહેરનું રાજકારણ ગરમાયું

છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં કરોડોના ખર્ચે મુકાયેલી

કચરા પેટી પર “ભાજપ ભંડોળ પેટી” લખેલા

સ્ટિકર લગાડવામાં આવ્યા છે.

સુરતમાં “ભાજપ ભંડોળ પેટી”ના સ્ટિકરને લઈ ભાજપના પદાધિકારીઓ શરમની સ્થિતિમાં મુકાયા છે. ભાજપ શાસિત

સુરત મહા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ કચરા પેટી પર

અઠવા ઝોન તેમજ મજુરા ગેટ

વિસ્તારની કચરા પેટીઓ પર ઠેર ઠેર સ્ટિકરો જોવા મળ્યા છે. સુરત કોંગ્રેસના કાર્યકર્તા અનુપ રાજપૂત દ્વારા સ્ટિકર લગાવતા વિવાદ સર્જાયો છે. જેમાં ધારાસભ્ય હર્ષ

સંઘવીના ઘરની બહાર, પોલીસ કમિશ્નર કચેરી, કલેક્ટર કચેરી બહાર, કોર્ટ કચેરી બહાર, મજુરા ગેટ, જોગર્સ

પાર્ક, સિટીલાઈટ વિસ્તાર, ઘોડદોડ રોડ અને વનિતા વિશ્રામ

ગ્રાઉન્ડ નજીક મૂકેલી કચરા

પેટીઓ પર આ સ્ટીકર લગાવવામાં આવ્યા છે.

Next Story