Connect Gujarat
Featured

સુરત : વતનમાં જતાં લોકોને પોલીસે અટકાવ્યાં, જુઓ પછી ટોળાએ શું કર્યું

સુરત : વતનમાં જતાં લોકોને પોલીસે અટકાવ્યાં, જુઓ પછી ટોળાએ શું કર્યું
X

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશ લોકડાઉનના કારણે ઠપ થઇ ગયો છે ત્યારે લોકો હવે ધીરજ ગુમાવી રહયાં છે. સુરતમાંથી વતનમાં હિજરત કરી રહેલા લોકોને પોલીસે રોકતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. એક નહિ પણ બે થી ત્રણ સ્થળોએ પોલીસ પર હુમલાના બનાવો બન્યાં છે.

સુરત શહેરમાં દેશના વિવિધ રાજયોમાંથી આવેલાં લાખો લોકો વસવાટ કરે છે. હાલ લોકડાઉન હોવાના કારણે વેપાર-ધંધા તેમજ કારખાનાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. બેકાર બનેલા લોકો હવે તેમના વતનમાં પરત જવા માટે ધસારો કરી રહયાં છે પણ સરકારે લોકોને જયાં હોય ત્યાં જ રોકાય જવા માટે સુચના આપી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પરપ્રાંતિયો વતનમાં જઇ રહયાં હતાં ત્યારે પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કામ-ધંધો નહિ હોવાથી વતનમાં જવાની જીદ પકડીને બેઠેલાં લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

પાંડેસરા ઉપરાંત વડોદ ગામમાં પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. એસટી બસો અને ટ્રેનો બંધ હોવાથી લાખોની સંખ્યામાં પરપ્રાંતિયો ગુજરાતમાં ફસાય ગયાં છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના શ્રમજીવીઓ તો પગપાળા વતન તરફ જવા રવાન થઇ ગયાં છે પણ અન્ય રાજયોના લોકોની હાલત કફોડી બની છે. લોકડાઉનના કારણે મહિનાઓ સુધી વેપાર -ધંધા શરૂ થાય તેમ લાગતું ન હોવાથી લોકો હવે વતન પરત ફરી રહયાં છે. પાંડેસરા અને વડોદમાં બનેલી ઘટનામાં પોલીસના ત્રણથી ચાર જેટલા વાહનનોને નુકશાન થયું છે. આમ લોક ડાઉન બાદ હવે લોકો ધીરજ ગુમાવી રહયાં છે.

Next Story