Connect Gujarat
ગુજરાત

સુરત : બિન સચિવાલય ભરતીની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થી સંગઠનોના દેખાવો

સુરત :  બિન સચિવાલય ભરતીની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થી સંગઠનોના દેખાવો
X

રાજયમાં 20મી ઓકટોબરના રોજ લેવાનારી કલાર્ક તથા ઓફીસ આસીટન્ટની પરીક્ષા રદ કરાયા બાદ સરકારના માથે માછલા ધોવાઇ રહયાં છે. મંગળવારના રોજ સરકાર વિરૂધ્ધ પ્રર્દશનો થઇ રહયાં છે ત્યારે સુરતમાં પણ વિદ્યાર્થી સંગઠનોએ કલેકટરને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી...

સરકારી નોકરી મેળવવી દરેકનું સ્વપ્ન હોય છે અને ભરતી પરીક્ષા માટે વિદ્યાર્થીઓ વર્ષોથી મહેનત શરૂ કરી દેતાં હોય છે પણ છેલ્લા એક વર્ષથી રાજયમાં ભરતીની પરીક્ષાઓ અચાનક રદ થઇ જતાં તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 20મી ઓકટોબરના રોજ લેવાનારી કલાર્ક તથા ઓફીસ આસીટન્ટની પરીક્ષા રદ કરી દેવાતા લાખો વિદ્યાર્થીઓના શમણા રોળાઇ ગયાં છે હવે તેમની પાસે સરકારનો વિરોધ કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. મંગળવારે સુરતમાં કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બિન સચિવાલય પરીક્ષાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યાં. પરીક્ષા રદ કરી દેવામાં આવતા તેમણે ન્યાય આપો ના નારા લગાવ્યાં હતાં. પરીક્ષા રદ્દના નિર્ણયને પાછો ખેંચી 20મીના રોજ જ પરીક્ષા લેવા માંગ કરી હતી.

Next Story