Connect Gujarat
Featured

સુરત : કીમ નજીક ધનવંતરી કોલેજ બહાર ફી મુદ્દે વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

સુરત : કીમ નજીક ધનવંતરી કોલેજ બહાર ફી મુદ્દે વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો
X

સુરત NSUI દ્વારા કીમ-કુડસદ રોડ પર આવેલ ધનવંતરી કોલેજમા ફી મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસની છાત્ર પાંખ ગણાતી NSUI દ્વારા ધનવંતરી ફાર્મસી એન્ડ એન્જિનિયરીગ કોલેજ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોરાના વાયરસની મહામારીના સરકાર દ્વારા એકપછી એકવાર લોકડાઉન જાહેર કરતા લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. ત્યારે વાલીઓ સ્કૂલ - કોલેજો માંથી ફી ભરી દેવી તેવા મેસેજ આવતા હાલ આ પરિસ્થિતિમાં ક્યાંથી ફી ભરે એ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે વાલીઓની માંગને લઈને NSUI દ્વારા આજરોજ કીમ નજીક કુડસદ ગામની સીમમાં આવેલ ધનવંતરી ફાર્મસી કોલેજ બહાર વિરોધ પ્રદશન કર્યું હતું,અને કોલેજ દ્વારા મેસેજ મોકલી ફી ની તારીખ નિયમમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કોલેજ ના સચાલકો ને કરી હતી.

જોકે વિદ્યાર્થીઓ,વાલીઓ ની રજૂઆત ધ્યાનમાં લઈ કોલેજ સંચાલકો દ્વારા NSUI ની રજુઆતને માન આપી માંગને સ્વીકારી હતી અને ફી ભરવા માટે 15 દિવસનો સમય વધારી દેવામાં આવ્યો હતો.

Next Story