Connect Gujarat
Featured

સુરત : સુમુલ ડેરીનું દૂધ લાખો લોકો સુધી પહોંચે છે, જુઓ કોરોના વાયરસને પગલે ડેરી તંત્રએ શું કર્યું...!

સુરત : સુમુલ ડેરીનું દૂધ લાખો લોકો સુધી પહોંચે છે, જુઓ કોરોના વાયરસને પગલે ડેરી તંત્રએ શું કર્યું...!
X

કોરોના વાયરસનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. સુરત અને રાજકોટમાં કોરોનાના એક-એક પોઝીટીવ કેસ નોંધાયા છે, ત્યારે સલામતીના ભાગરૂપે સુરત સુમુલ ડેરી ખાતે કોરોના વાયરસના પગલે થર્મલ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

હાલ વકરી રહેલા કોરોનાના કહેરના પગલે સુરત મનપા દ્વારા સંખ્યાબંધ પગલા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે સુમુલ ડેરી દ્વારા લાખો લોકો સુધી ડેરીનું દૂધ પહોચતું હોવાથી સુમુલ ડેરીએ પણ એક મુહિમ શરૂ કરી છે. સુમુલ ડેરીમાં રોજેરોજ 1200 જેટલા કર્મચારીઓ આવન-જાવન કરતા હોય છે. જેની સલામતીના ભાગરૂપે તમામ કર્મચારીઓ સહિત વિઝીટ કરવા આવતા લોકોનું મુખ્ય ગેટ પર થર્મલ ચેકીંગ કર્યાં બાદ જ ડેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત સુમુલ ડેરી ખાતે એક ડોક્ટરની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

Next Story