Connect Gujarat
ગુજરાત

સુરત : કડવી યાદોની વિદાય સાથે 2020ના નવા વર્ષની મીઠાશને સુરતીલાલાઓએ આવકારી

સુરત : કડવી યાદોની વિદાય સાથે 2020ના નવા વર્ષની મીઠાશને સુરતીલાલાઓએ આવકારી
X

વર્ષ 2019ના અંતિમ દિવસની સુરતીલાલાઓએ ડીજે ડાન્સ અને મસ્તીના સથવારે વિદાય આપી હતી, જ્યારે 2020ના નવા વર્ષેના ઉમળકાભેર આવકાર સાથે એકબીજાને શુભકામના પાઠવી હતી.

કડવી અને જૂની યાદોને વિદાય સાથે નવી આશા અને અરમાનને આવકારવા માટે સુરતીઓએ ભારે

ઉત્સાહ બતાવ્યો હતો. મંદી અને મોંઘવારીને ભૂલી મોજીલા સુરતીલાલાઓએ મન મૂકીને 2020ના નવા વર્ષની ઉજવણી કરી હતી.

સુરત શહેરના પીપલોદ, યુનિવર્સિટી મગદલ્લા

રોડ, ડુમસ રોડ, પાલ રોડ સહિતના વિસ્તારમાં ડીજે

પાર્ટી નાઇટનું આયોજન કરાયું હતું. જેમાં ડિસ્કોથેક, હોટેલ, રેસ્ટોરેન્ટ, પાર્ટી પ્લોટ તેમજ ફાર્મ હાઉસમાં મોડી રાત સુધી નવા વર્ષની

પાર્ટીનો દોર ચાલ્યો હતો.

Next Story