Connect Gujarat
Featured

સુરત: સૂર્યા મરાઠી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા

સુરત: સૂર્યા મરાઠી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા
X

સુરતમાં થોડા દિવસો પહેલા સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ નામના બે ગેંગસ્ટરની હત્યા થઈ હતી. જેમાં બે અલગ અલગ હત્યાના ગુના નોંધાયા હતા. આ હત્યા બાદ પોલીસ હરકતમાં આવી છે. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગેંગના એક સાગરિતની ધરપકડ કરી છે. જેની પાસેથી પોલીસે એક દેશી બનાવટની પિસ્તોલ પણ કબ્જે કરી છે.

સુરત શહેર ડાયમંડ સિટી અને સિલ્ક સિટીની ઓળખ ગુમાવી રહ્યું છે. અને ધીમે ધીમે ક્રાઇમ સિટીનું બિરૂદ મેળવી રહ્યું છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ક્રાઇમ રેશિયોમાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. સુરત શહેરમાં થોડા દિવસો પહેલા સૂર્યા મરાઠી નામના ગેંગસ્ટરની સાથે તેના વિરોધી હાર્દિકની પણ હત્યા થઇ હતી આ બંને હત્યાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસના ધમધમાટ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા પણ મળી રહી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ એક સાગરિતની ધરપકડ કરવામાં આવી છે. જેના પાસેથી પોલીસને એક દેશી બનાવટની પીસ્ટલ પણ મળી આવી છે. ક્રાઇમ બ્રાન્ચે એન્થોની ઉર્ફે રોકી રિચાર્ડ કોન્ટ્રાક્ટર નામના આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સુરત ખાતે ચોક વિસ્તારમાં સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી હતી આ હત્યા કેસમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસે સૂર્યા મરાઠી કેસમાં વોન્ટેડ વધુ એક સાગરિત એન્થોનીની ધરપકડ કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી આ ગુનામાં હજુ કોણ કોણ સંકળાયેલું છે તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

Next Story