Connect Gujarat

સુરત : સુર્યા મરાઠીની ચપ્પુના ઘા મારનારા બે આરોપી આવ્યાં પોલીસ સકંજામાં

સુરત : સુર્યા મરાઠીની ચપ્પુના ઘા મારનારા બે આરોપી આવ્યાં પોલીસ સકંજામાં
X

સુરતના ગેંગસ્ટર સુર્યા મરાઠીની હત્યામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. હત્યા કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયાં છે.

સુરતમાં ખંડણી અને હત્યા સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલાં કુખ્યાત ગેંગસ્ટર સુર્યા મરાઠીની તેની જ ઓફિસમાં ચપ્પુના 50 જેટલા ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં સુર્યા મરાઠી પર હુમલો કરનાર અને તેના એક સમયના સાગરિત હાર્દિક પટેલનું પણ મોત થયું હતું. હાર્દિક પટેલે સુર્યા મરાઠીની ગેંગના માણસોને લાલચ આપી હત્યાનું કાવતરૂ ઘડયું હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. આ ચકચારી હત્યા કેસમાં ચોકબજાર પોલીસે વધુ બે આરોપી કુલદીપ પટેલ અને શૈલેષ વાટલિયાને ઝડપી પાડયાં છે. બંને આરોપીઓએ હુમલા દરમિયાન સુર્યા મરાઠીને ચપ્પુના ઘા માર્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. સુર્યા મરાઠી હત્યા પ્રકરણમાં અત્યાર સુધીમાં પોલીસે છ આરોપીઓને જેલભેગા કરી દીધાં છે.

Next Story
Share it