Connect Gujarat
ગુજરાત

સુરતઃ જિલ્લામાં સ્વાઈન ફલૂ રોગનો વાવર યથાવત, 10 પોઝિટિવ કેસ મળ્યા

સુરતઃ જિલ્લામાં સ્વાઈન ફલૂ રોગનો વાવર યથાવત, 10 પોઝિટિવ કેસ મળ્યા
X

ગઈકાલે 59 વર્ષની મહિલાને સ્વાઈન ફલૂનો પોઝિટિવ કેસ મળતા આરોગ્ય વિભાગમાં દોડધામ

ગુજરાત રાજયમાં સ્વાઈન ફલૂના રોગથી સૌથી વધુ સુરતની જનતા ભોગ બની રહી છે. અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં સ્વાઈન ફલૂના 10 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગને કાબુમાં લેવા માટે ગંદકીવાળા દરેક સ્થળ પર દવા તેમજ પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

સ્વાઈન ફલૂના રોગે જાણે માઝા મુકી હોય તેમ સુરત જિલ્લામાં દિવસે દિવસે સ્વાઈનફલૂ રોગના દર્દીમાં વધારો નોંધાઈ રહ્યો છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 10 જેટલા સ્વાઈન ફલૂના દર્દીઓ નોંધાયા છે. જેમાંથી સ્વાઈન ફલૂ રોગનો ભોગ બનેલા 6 જેટલા દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં હાલમાં સારવાર લઈ રહ્યા છે. સ્વાઈન ફલૂનો ભોગ બનેલા બે દર્દીઓ હોસ્પિટલમાં વેન્ટીલટર પર અને બે દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર હોવાનું સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ગયા વર્ષે સ્વાઈન ફલૂના આ સમયગાળા દરમિયાન 23 જેટલા દર્દીઓ સ્વાઈન ફલૂના રોગનો ભોગ બન્યા હતાં. જોકે સ્વાઈન ફલૂના રોગને કારણે અત્યાર સુધીમાં કોઈ મોત થયુ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પાલ વિસ્તારમાં રહેતી 59 વર્ષીય મહિલાને સ્વાઈન ફલૂ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

Next Story
Share it