Connect Gujarat
Featured

સુરત : કોન્ટ્રાકટરના 10.60 લાખનું પેમેન્ટ કરાવી આપવા તલાટીએ માંગી લાંચ, જુઓ પછી શું થયું

સુરત : કોન્ટ્રાકટરના 10.60 લાખનું પેમેન્ટ કરાવી આપવા તલાટીએ માંગી લાંચ, જુઓ પછી શું થયું
X

સુરત જિલ્લાના સીમાડી ગામમાં આંગણવાડીના રીનોવેશનના કામનું 10.60 લાખ રૂપિયાનું બિલનું પેમેન્ટ કરાવી આપવા મહિલા તલાટીએ 71 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. એસીબીએ છટકું ગોઠવી લાંચની રકમ લેનારા વચેટીયાને ઝડપી પાડયો છે જયારે ફરાર થઇ ગયેલી મહિલા તલાટીને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

સુરતમાં રહેતા એક કોન્ટ્રાકટરે કામરેજ તાલુકાના સીમાડી ગામમાં ગ્રામપંચાયત કચેરીનું બાંધકામ તથા આંગણવાડી રીનોવેશનનું કામ ઓગષ્ટ 2019માં પૂર્ણ કર્યું હતું. કામ પૂર્ણ થયા બાદ બિલના રૂ.10.60 લાખ પૈકી કોન્ટ્રાકટરને રૂ.9 લાખ ગ્રામ પંચાયતમાંથી ચુકવવામાં આવ્યા હતાં અને રૂ.1.60 લાખ લેવાના બાકી નીકળતાં હતાં. બાકીના પૈસા મેળવવા માટે કોન્ટ્રાકટર ગ્રામ પંચાયત કચેરીના ધકકા ખાઇ રહયો હતો. આ રકમ ચુકવી આપવા માટે મહિલા તલાટીએ 71 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. કોન્ટ્રાકટરે આ બાબતે નવસારી એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીના છટકામાં તલાટી ધારાબેન ઠેસીયા વતી લાંચના રૂપિયા સ્વીકારતાં કિશન લાખાણીને ઝડપી પાડયો હતો. કોન્ટ્રાકટરને લાંચના નાણા લઇને સરથાણા પાસે આવેલી એક દુકાન નજીક બોલાાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં તલાટી ધારાબેન ઠેસીયા ફરાર થઇ ગયાં છે. એસીબીએ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story