Connect Gujarat
ગુજરાત

સુરત : તરસાડી અને કડોદરા ખાતે ભાજપ નગર સંગઠનના પ્રમુખની વરણી કરાઇ

સુરત : તરસાડી અને કડોદરા ખાતે ભાજપ નગર સંગઠનના પ્રમુખની વરણી કરાઇ
X

રાજ્યમાં હાલ ભાજપ દ્વારા

મંડળોના પ્રમુખ અને હોદ્દેદારો નિમવાની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે સુરત જિલ્લા માંગરોળ

તાલુકાના તરસાડી ખાતે નગર સંગઠન પ્રમુખની વરણી કરવામાં આવી હતી.

કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અઘ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે વર્ષ 2017 વિધાન સભા અને વર્ષ 2019 લોકસભાના તરસાડીના સારા પરિણામો દેવેન્દ્રસિંહ ચૌહાણને ફળ્યા હતા માટે પૂનઃ દેવેન્દ્રસિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી હતી. નગરના મહામંત્રી તરીકે અમિત કોસડા, બંકીમ દેસાઈની નિમણૂંક કરવામાં આવી હતી. જિલ્લા સંરચના અધિકારી અર્જુન વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ, મહામંત્રી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, તમામ કાર્યકરોએ દેવેન્દ્રસિંહ ચૌહાણને ફરીથી પ્રમુખ બનવા બદલ પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી.

તો બીજી તરફ કડોદરાના અકળામુખી હનુમાન મંદિર ખાતે મળેલી બેઠકમાં કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર, સંરચના અધિકારી હર્ષદ વસાવા, સંગીતા પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, મહામંત્રી સંદીપ દેસાઈ, કડોદરા નગર પાલિકા પ્રમુખ સીમાદેવી ઠાકુર, કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હર્ષદ વસાવાએ વર્તમાન પ્રમુખ દિપક દેસાઈની નામની જાહેરાત કરી હતી. વિના વિરોધે દિપક દેસાઈની પુનઃ વરણી કરવામાં આવી હતી.

Next Story