Connect Gujarat
ગુજરાત

સુરત : તક્ષશિલા અગ્નિકાંડ મામલો, ત્રીજો માળ અને ગેરકાયદેસર ડોમનું કરાયું ડીમોલેશન

સુરત : તક્ષશિલા અગ્નિકાંડ મામલો, ત્રીજો માળ અને ગેરકાયદેસર ડોમનું કરાયું ડીમોલેશન
X

સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડના ચોથા માળે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસમાં થયેલ અગ્નિકાંડમાં 22 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડોમ આગના કારણે સળગી ગયો હતો. તક્ષશિલા અગ્નિકાંડને 1 મહિનો અને 22 દિવસ બાદ પાલિકા દ્વારા ડોમ તોડવાની શરૂઆત કરવામાં આવી છે.

ગત 24મી મેંના રોજ સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. જેમાં ચોથા માટે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસમાં માસૂમો ફસાઈ જતાં22 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 22 માસૂમોના મોતના પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ઘટનાના પગલે હાલ પણ ન્યાયની લડત ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પાલિકા અધિકાર, ફાયર અધિકારી, જી.ઈ.બી.ના અધિકારી, બિલ્ડર, ક્લાસીસ સંચાલક સહિત 10 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આગની ગોઝારી ઘટના બનવાના કારણે આજરોજ પાલિકાના અધિકારીઓ પોલીસ કાફલા સાથે તક્ષશિલા આર્કેડ પહોંચ્યા હતા. જ્યાં તક્ષશિલા આર્કેડના ચોથા માળે સળગી ગયેલા ડોમને તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. તક્ષશિલા આર્કેડમાં ડોમને ઉતારી પાડવાની આ કાર્યવાહીને પગલે લોકોએ તંત્રનો આભાર પણ માન્યો હતો, પરંતુ આ ઘટનામાં કસૂરવાર મોટા માથાઓને બચાવી લેવાયા હોવાના વાલીઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.

Next Story