Connect Gujarat
ગુજરાત

સુરત : માત્ર 30 મિનિટમાં જ મંદિરની દાન પેટીમાંથી 1.50 લાખની ચોરી, ઘટના થઈ CCTVમાં કેદ

સુરત : માત્ર 30 મિનિટમાં જ મંદિરની દાન પેટીમાંથી 1.50 લાખની ચોરી, ઘટના થઈ CCTVમાં કેદ
X

સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે, ક્યારેક ઘર અને ક્યારે દુકાનમાં ચોરી કરનાર તસ્કરો હવે મંદિરને પણ નિશાન બનાવી રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરોએ દાનપેટી તોડી ચોરી કરી ફરાર થઇ ગયા હતા, ત્યારે તસ્કરોની કરતૂત મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.

શહેરમાં ગુલાબી ઠંડી જોવા મળી રહી છે, તો આ ગુલાબી ઠંડીમાં તસ્કરોને જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે. ઘર અને દુકાનને નિશાન બનાવતા તસ્કરો હવે મંદિરમાં પણ ચોરી કરી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં બની હતી છે. સવારમાં મંદિર ખોલતા જ મંદિરમાંથી દાનપેટીની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવતા એક ઇસમ મંદિરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતો નજરે ચડે છે. મંદિરના પુજારીના જણાવ્યા અનુસાર, દાનપેટી વર્ષમાં એક જ વાર ખુલે છે અને તેમાં અંદાજીત દોઢ લાખથી વધુની રકમ હોય છે. માત્ર 30 મિનિટમાં ચોરી કરી અજાણ્યો તસ્કર ભાગી જાય છે. જેમાં સીસીટીવીના આધારે પોલીસે હવે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

Next Story