Connect Gujarat
Featured

સુરત : અમરોલી-તાપી બ્રિજ પરથી 2 માસના બાળકનો મૃતદેહ મળ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરત : અમરોલી-તાપી બ્રિજ પરથી 2 માસના બાળકનો મૃતદેહ મળ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી
X

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના અમરોલી-તાપી બ્રિજ પરથી 2 માસના માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બ્રિજ પરથી અવરજવર કરતાં લોકોની નજર બાળકના મૃતદેહ પર પડતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ કતારગામ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, માસૂમ બાળકના મોઢા પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા, ત્યારે નાના બાળકને આ રીતે ત્યજી દેતા નિષ્ઠુર માતા વિરુદ્ધ લોકોએ ફિટકાર વરસાવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Next Story